Skip to main content

કર્ણ મોસ્ટ કમિટેડ હુમન

             સૌથી વધુ ક્ષત્રિયપણુ સન્માન ધરાવતી કર્ણની  વાત ઉમેરવીજ પડે.... તે કૃષ્ણ અને ભીષ્મની તોલે છે.... કર્તવ્યપારાયણતા માં  કમીત્મેન્ટમાં ....
ખુદ પરશુરામ પાસેથી  પોતાની સેવાથી ગુરુ જ્ઞાન મેળવ્યું... ક્યાંય પોતે બ્રાહ્મણ નથી તેવું કહ્યું જ  નથી ! પરશુરામને લાગ્યું કે તે બ્રાહ્મણ હશે ! પોતાની ખ્યાતી ક્ષત્રિય રોષ જોઈ કોણ બીજો હોય...?? વીંછી ડન્ખમાં ગુરુની નિદ્રાનું પણ જતન કરવામાં પોતાના કૌશલ્યના લીધે  આવો તો બ્રાહ્મણ ન હોય વાત બાહર આવી ગઈ ! ખરે વખતે આ વિદ્યા કામ નહીં લાગે તે શાપ પણ વહોરી લીધો ! તેણે સેવાથી પરશુરામ જીતેલા છે ! *અહીં શ્રી પરશુરામની જ્યાસ્તી છે !* પોતાના ક્ષત્રિય તિરસ્કારનો ભોગ તેમનો જ પ્રિય શિષ્ય બને છે.
 કવચ કુંડલ દાન આપી દેવા  દાનવીર માટે સહજ અને  સંયોગિક છે. પોતાને નડી શકે છે તે જાણ સહ ... છે! છેતરાઈ ગયાનો સહેજ પણ અફસોસ નથી..... પણ  રાધા રથી ફેમીલીનું   માતા પિતાનું ગૌરવ ઉછેર જ નહિ  જન્મ દેતા મા બાપ જેટલુંજ  અને  કદાચ વધારે સન્માન જો કર્મ હોય તો  લાયક છે...
*કુંતીનો માતા તરીકે આ સ્ટેજે સ્વીકાર કરી મોટા પ્રલોભનો મેળવી ને રાધે સારથી મા બાપનો ઉછેર સહેજ પણ લાજવા દેવો નથી* ! કુંતીને પણ ના કહી છે ...!!! છતાય અર્જુન શિવાય  કોઈ જોડે નહિ લડુ અને આમ પાચ પુત્રો માં ને જોઈતા હતા   મળી ગયાને !!!  પણ  કર્ણ કે અર્જુન બે માંથી એકજ રહેશે.....
કૃષ્ણ સમાધાન હેતુ 5 ગામના લો લેવલ સમાધાન માટે ગયેલા ત્યારે કર્ણ સાથે મુલાકાત કરી છે ! દ્રૌપદી જે એક સ્ત્રી કરતા વિજેતા ટ્રોફી જેવુ સાર્વત્રિક સન્માન ધરાવતી હોય કર્ણ મોટો ભાઈ છે તે જાહેર કરવાની ખુદ કર્ણ *ના પાડે છે ! શ્રી કૃષ્ણ પોતે માનવીય મર્યાદાથી બન્નધાયેલ છે પણ યુદ્ધ ટાળવા પ્રયત્નશીલ છે. આ જીવનને અંત સુધી તો જવુંજ પડશે ને ! કરણ વચનબદ્ધ કરી કૃષ્ણ ને *ના* પાડે છે ! ભલે ને દુર્યોધન ખોટો હોય! , યુધિષ્ઠિર સત્ય પ્રિય હોઈ પોતે યુવરાજ નથી સ્વીકારી કર્ણ માટે એક પળમાં ખસી જશે તે છતાંય પોતે ક્ષત્રિય ધર્મ, મિત્ર સાથ, સારથી ઉછેર કરનાર માતા પિતાના ગૌરવ ગુપ્તતા ભોગે આ લાલચ ગણી લાંછન નહિ સ્વીકારે! ફરી ભીષ્મ ની બાણશૈયા મુલાકાત વખતે ભીષ્મને આ સત્ય ખબર હતી પણ નિધિ-યોગ કર્મ ને વરેલા છતાં કર્ણ નો સ્વીકાર કરવા તૈયાર થયેલ દાદાને પણ કર્ણ ના પાડે છે ! અને પોતાને યુદ્ધની  શરૂઆતમાં અર્ધ રથી કહેતા યુદ્ધથી *નોટ અન્ડર ભીષ્મ* અભિગમ યુદ્ધ પૂરતો  જાહેર કરી શૌર્ય સન્માન પણુ બતાવેલ છે  ભીષ્મ આ ભૂલ ન'તી  તે કહી  કર્ણને ખાનગીમાં  કર્ણ કહે તો તેને પાડવ જાહેર કરવા તૈયાર છે.... ...અને આ ગુપ્તતા જાહેર થાય તેના કરતાં પ્રાણ આપી દેવા સુધીનું ઝનૂન બતાવી ભીષ્મના આશીર્વાદ મેળવે છે ! ભીષ્મ ... એજ  ભીષ્મ  તેને  અંતરથી સ્વીકાર કરે છે ....પણ હજી અંત કયા છે ? અર્જુન સાથેની લડાઈમાં પોતે રથની નીચે રીપેરીંગમાં છે ત્યારે કૃષ્ણ જ સકારણ  બાણ ચલાવવા કહે છે !
નારાયણ શસ્ત્ર વખતે લશ્કરનું જરાય સામનો ન કરી નમન કરવું અને આ શસ્ત્ર કલ્યાણ હેતુ હોઈ ડિફેન્સ માજ વાપરી શકાય તેવા ઉંચા શસ્ત્રોની હરીફાઈ કરતા દેશને આજેય પૂરું પ્રાચીન જ્ઞાન આપે  છે. અહી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દૈવી  વલણ ને જ્યાં જરૂરી લાગે ત્યાં કરેજ છે....!!!!  એ મર્યાદા પુરુષોતમ નથી  અમર્યાદિત સયમ વિવેક શક્તિનો સમન્વય છે....!!!! આ પ્રશ્નો  આજ કાલના જમાનામાં પણ દેખાઈ રહ્યા છે.....
શ્રી કૃષ્ણ અશ્વત્થામાને ગર્ભ પર પ્રહાર બદલ પણ  દન્ડે છે ! બ્રહ્માસ્ત્ર ને પણ પાછું પાડી ઇન્ટરફીયર કરી અભિમન્યુના ફૂચર ગર્ભને સજીવન કરે છે ! આવું સન્માન ઇટાલિયન મારફીયામાં પણ ગર્ભ તેમજ પ્રેગ્નન્ટ સ્ત્રીનું મર્ડર નહિ કરવાનો સિલસિલો છે !!!  ફરી કર્ણ તરફ....
નોન યોનિક ડાયરેકટ અગ્નિ પુત્રી જન્મ થીજ   યુવાવસ્થા સ્ત્રી   હોઈ તેના પતિઓએ પણ મિલકત ગણી તો ચીર પુરા પાડી સામાજિક જેન્ડર ન્યાયમાં સ્ત્રી સન્માન શું છે તે જબરદસ્ત દલીલથી સમજાઈ જાય  તેમ દેવ તરીકે મનુષ્યઅવતારમાં પણ લાઈન ઓળંગી દે છે! આ સામાજિક શ્રેષ્ઠતાનો ઉત્તમ પ્રાચીન દાખલો છે
કર્ણ ને મારવા ના કારણો....જસ્ટિફિકેસન કૃષ્ણ ના એન્ગલથી
  *1 અભિમન્યુને ખોટો માર્યો ! બધા નિષ્ણાતોએ ભેગા થઈ ઘેરી એક બાળકને છળથી ફસાવ્યો ! એટલેજ દ્રોણ નું મરણ તે યુદ્ધ નિવૃત્ત થઈ સમાધિ લેનાર હતા ત્યારે ધ્રુષ્ટધુમન દ્રૌપદીનો ભાઈ અગ્નિ રૂટ થીજ આવેલો એક માત્ર દ્રોણના બલી માટે નિમિત્ત બની  યજ્ઞ વરદાન નિભાવાતું હતું અને આચાર્યે પણ અભિમન્યુ મારણ, સ્ત્રી અપમાન માં મૌન વરદાન અટકાવી ન શક્યું....તો ધ્રુષ્ટધુમન ના હાથે દ્રોણ મરણ તેમને સમાધિ ન મળી ! કર્ણ માટે બિન ક્ષત્રિય પણુ ત્યાં અને 2 દ્રૌપદી ચીર હરણમાં દુર્યોધનને રોકવાનું ન કર્યું ...સ્ત્રી સન્માનનો અભાવ ..(દ્રૌપદીને યુધિષ્ઠિરેજ દાવમાં મૂકી જન્ગમ સ્થાવર મિલકત બનાવી તે ટ્રોફી લેવલ સ્ત્રી સાબિત કરી દીધી તેનું શું !)....અભિમન્યુ ને  બેલેન્સમાં બધા વડીલોએ એક થઇ મહાગઠબન્ધન ખોટું બનાવી ....પતાવી દીધો....આજ ભૂલો !
સામે અર્જુનની હજાર ભૂલો બિન યોધાકીય વલણ છે !* વિષય વાસના ઘણી બધી પત્નીઓ ....બધું હોવા છતાંય ગેરશિસ્ત નથી! ઉલટાનું કૃષ્ણ ની ભાણી સુભદ્રા સાથે અર્જુન ને ભગાડેલોય છે !
પશ્ચિમના રસિકોને આ વાતો સમજાવવી બહુ કઠીન છે. ભાવનાત્મક પ્રાયોરિટી ભારતીય પરંપરા *આટલામાં શુ* તો તો ઘણી તકલીફો નિવારી શકાઇ હોત!  *સમાધાન નથી કર્યું તો કોઈ દમ્ભી અભિમાન નથી પણ કમિટમેન્ટ છે*
  તે સત્ય માટે કુરબાની મન્જુર !
તા.ક. એક મહત્વ ની વાત અહીં નિષ્ણાતો ભૂલે છે કે ઘટોતકચને જે બાણ મારવું પડ્યું તે અર્જુન માટે પોતે કર્ણએ રિઝર્વ રાખ્યું હતું . શ્રી કૃષ્ણની ચાલાકીથી ઘટોતકચ પ્રસન્ગ કર્ણ યુદ્ધ પહેલા આવી ગયો ! કર્ણ એ પોતાના ભવિષ્યની પરવાહ કર્યા વગર પોતાના માટે સાચવી રાખેલ શસ્ત્ર વાપરવું પડ્યું તે અફસોસ પણ તેના દ્વારા નથી! આમ અમારા માટે મોસ્ટ કમિટેડ કર્ણ છે

*કર્ણ કમિટમેન્ટમાં શ્રી કૃષ્ણથી જરાય પાછળ નથી*
ડૉ એચ જી જોષી

Comments